સાક્ષી ની બારીએથી
આ બ્લોગ શરૂ કરવાનો મનસૂબો તો ઘણાં દિવસ થી કરેલો, પણ આજે વેળા આવી આ લખાણ પોસ્ટ કરવાની. પહેલાં સુરત થી પાછા આવીને એ શહેર વિશે લખવાનો વિચાર હતો, પણ કામની વચ્ચે એ મનમાંજ ઓસરી ગયો. તો આ વખતે શરૂવાત મુંબઈ થી! આજે એક મીટિંગ માં મને કોઈએ પુછ્યું: "તમે મુંબઈનાં?" આ સવાલ ના જવાબમાં મારી પાસે હંમેશ એકજ વાત હોય: "કોઈપણ ક્યારેય મુંબઈનું નથી હોતું!" આ ખ્યાલ મારા મનમાં હંમેશ રહ્યાજ કરે છે, કે મુંબઈ ભલે કરોડો લોકોને રોજ અપનાવી લેતું હશે, પણ આજ શહેર બીજા સેંકડોને રોજ ઓરમાયા પણ કરતું હોય છે. કહે છે, મુંબઈ માં દરરોજ બે લાખ નવાં રહીશ આવીને વસે છે. એક દિવસ ગણતરી કરતાં કરતાં ક્યાસ કાઢ્યો તો મુંબઈ માં દર ચોરસ કિલોમીટર દીઠ લગભગ ૧૦,૦૦૦ માણસો રહે છે! સામે કોઇ જગ્યાઓ એવી પણ છે જ્યાં આપ ૩-૪ કિલોમીટર ચાલ્યા કરો તોય એક જીવ ના દેખાય...
ગયા અઠવાડિયે મેં મુંબઈ પર લખાયેલ બે પુસ્તકો, ગ્રેગરી રોબર્ટ ની "શાંતારામ" અને સુકેતુ મહેતા ની "મેક્સિમમ સિટી" પર મારો રિવ્યુ મારા અંગ્રેજી બ્લોગ પર પોસ્ટ કરેલ. બંને પુસ્તકો એક નવલ પ્રયત્ન છે એક શહેર નું ચિત્રણ કરવાનો, અને બેઉ અમુક અંશે સફળ પણ થાય છે. પણ એક સામાન્ય માણસની નજરે મુંબઈ ની તસવીર અને તાસીર બંનેમાંથી એકેય પુસ્ત્કમાંના વર્ણન ને મળતી લાગતી નથી. આજે રસ્તા ઉપર ચાલનારો મુંબઈગરો દાઉદ નાં ધંધાંઓની ફિકર નથી કરતો, અને ના તો એને કોઈ ચિંતા છે કોઈ શિવસેના ના મોટા નેતાનાં જીવવા કે મરવાની! એ તો બસ વિચાર દોડાવે છે ૭.૦૫ ની બોરિવલી ફાસ્ટ માં 'વિન્ડો સીટ' મેળવવા કામ પરથી કેટલાં વાગ્યે નિકળવું પડશે એ વાત સુધી. બોરિવલી ઉતરી ને ઘેર જવાને બસ મળશે કે રિક્શા પકડવી પડશે, એય વિચાર એને નહીં આવે! આવા વખતે મુંબઈ ઉપર પુસ્તકો લખાય, અને તે પણ ફક્ત બોલીવુડ થી માંડીને અંડરવર્લ્ડની જ વાતો કહે, તો વાચક ને વાર્તા માં ક્યાંય પોતાની ઝલક મળવાની નથી.
મારે જો કંઈં કરવું હોત તો હૂં શું કરત? કદાચ મુંબઈની સવાર થી માંડી ને મોડી રાત સુધીની હજારો તસવીરો લેત, લોકો ની સાથે વાતો કરી ને એ વાર્તાઓ રજુ કરત. ભલે એમાંથી એક્પણ વાત મસાલેદાર ન હોત, પણ એ સો ટકા ખરી અને પ્રામાણિક તો હોત.